Home   Menu     Activities     Watchout     Priviege     Introduction   History   Feedbak   Contact Us   Sitemap
       
Social & Relief Activity - સામાજિક અને ઉપશમન પ્રવૃત્તિBack
 
 

સમયના વહેણની સાથે બદલાતી આજની ભૌતિકવાદ અને ઉત્ક્રાંતિવાદની દુનિયામાં સુખ, સગવડો, સંસાધનો, સંપત્તિ વધતા જાય છે. નાનપણથી જ બાળપેઢી સમાજની વચ્ચે રહીને સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિ કરે અને નાનપણથી જ તેમનામાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના કેળવાય તે જરૂરી છે. વર્તમાનકાળે દિવસે દિવસે સમાજનું ચિત્ર કરુણ બનતું જાય છે. ત્યારે તેની કરવટ બદલી બાળપેઢીના જીવનમાં એવા સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે. આ સંસ્કારનું સિંચન કરવા માટે સંત સમાગમના માધ્યમની સાથે દ્રશ્યમાન બાબતો ભળે ત્યારે બાળમાનસમાં તે સંસ્કારોનું ઉદભવીકરણ થાય છે. આ માટે સમાજમાં ચાલતી પ્રવૃત્તિઓથી બાળપેઢીને માહિતગાર કરવામાં આવે તો ભવિષ્યમાં આ પેઢી સામાજિક પ્રવૃત્તિમાં બદલાવ લાવે તેમજ સામાજિક ઉત્થાનનું કાર્ય કરવા પ્રેરાય. આવા હેતુથી બાલિકાઓને વૃદ્ધાશ્રમ જેવાં સ્થળોની મુલાકાત લેવડાવવામાં આવે છે.

Senior Home visit – વૃદ્ધાશ્રમની મુલાકાત

આજે દિન-પ્રતિદિન વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. પોતાના સગાં માબાપને રાખવા આજની શિક્ષિત યુવાપેઢી ક્યાંક તૈયાર હોતી નથી. માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને દીકરો અને વહુ સ્વસુખ ઇચ્છે છે. પરંતુ માબાપના કકળતા હૈયાને, મમતાભરી લાગણીને, આશાભરી અને અશ્રુભીની આંખોને સ્વસુખનો સ્વાર્થ જોવા દેતો નથી. દુઃખદ હૈયે જીવન વ્યતીત કરતાં વૃદ્ધ માતાપિતાનાં સ્વમુખે જ એમની આપવીતી સાંભળીએ ત્યારે આજના સમાજનું કરુણ ચિત્ર માનસમાં ખડું થતું હોય છે. આજની બાલિકાઓ માતાપિતાની એક દીકરી હોવા છતાં આવતીકાલે લગ્ન કરી જ્યાં જાય ત્યાં માતાપિતાની તથા અન્ય વડીલોની સહાનુભૂતિપૂર્વક મર્યાદા જાળવી, લાગણીસભર થઈને સેવા કરાવી જોઈએ તેવી પ્રેરણા મેળવે તેવા ઉમદા પ્રયોજનથી બાલિકાઓને વૃદ્ધાશ્રમની મુલાકાત માટે લઈ જવામાં આવે છે જ્યાં બાલિકાઓ પ્રત્યક્ષ વડીલોની આપવીતી સંભાળતાં જીવનપર્યંત માતાપિતા તથા વડીલોની સેવા કરવાના શપથ લેવા પ્રેરાય છે.

 
 
 
Copyright © 2008- 2015 , Shri Swaminarayan Mandir Vasna Sanstha (SMVS). All Rights Reserved.