Bhaktikatha 2015
2015-07-01
 
Gallery
 
 
 
 
 
 
 

          ચાતુર્માસ દરમ્યાન SMVSના વિવિધ સેન્ટરોમાં ભક્તિરસની ભાવોર્મિઓ છલકાવતી ભક્તિકથાના અવનવા ભક્તિસભર આયોજનો થયાં. જેમાં પૂ. ત્યાગી મહિલામુક્તોએ જીવનલક્ષી તેમજ આધ્યાત્મિકતાના ઉચ્ચ મૂલ્યો દ્રઢ કરાવતા વિવિધ વિષયો પર લાભ આપી સમગ્ર મહિલા સમાજને આધ્યાત્મિક રસથી સભર કર્યો હતો. જેમાં પારાયણની પૂર્ણાહુતિ પ્રસંગે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે પૂ.જાગુબેન મહારાજે લાભ આપી સૌને ખૂબ બળિયા કર્યા હતા.

          આ વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી દીર્ઘકાળ સુધી આપણને સૌને સુખિયા કરે તેમજ અવરભાવનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે વિશેષ ભજન-ભક્તિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર મહિલા સમાજે માળા, પ્રદક્ષિણા, પંચાંગ પ્રણામ, પ્રાર્થના, પારાયણ, વાંચન દ્વારા ‍‌ગુરુભક્તિ અદા કરવાનો અણમોલ લહાવો લીધો હતો.

          ચાતુર્માસ દરમ્યાન SMVSના વિવિધ ઝોનમાં કુલ 264 ભકિતકથાના આયોજનો થયાં હતાં. જેમાં 36, 526 કરતાં પણ વધારે મહિલા હરિભક્તોએ સત્સંગનો લાભ લઈ પોતાના જીવન ધન્ય બનાવ્યાં હતાં.