Zoli Seva - 2014
2014-01-14
 
Gallery
 
 
 
 
 
 
 

લૌકિક જીવનના કમુરતા એટલે ભગવાનના ભક્ત માટે સમુરતા. લૌકિક જીવનમાં ધર્નુમાસને કમુરતા કહેવામાં આવે છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેને સમુરતા કહેવાય છે. કારણ કે જગતની લૌકિક ધાંધલ ધમાલથી પર આ મહિનો ભગવાનની ભજન-ભક્તિ માટે શ્રેષ્ઠ છે. જેમાં મંગળા આરતી, ધૂન, ધ્યાન, પારાયણ-કથાવાર્તા દ્વારા સૌ મહારાજને રાજી કરવાના સાંસા ગોટીલા કરે છે. SMVS સંસ્થાના તમામ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોમાં ધર્નુમાસનો સૌ મહિલા-યુવતી-બાલિકા સમાજે ખૂબ ઉત્સાહભેર લાભ લઈ મહારાજની રાજી કર્યા. જેમાં કેટલાક સેન્ટરોમાં વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે પૂ. જાગુબેને પધારી દિવ્ય લાભ આપી સૌને બળિયા કર્યા હતા. બાળ-યુવતી પારાયણમાં રોજ નવા નવા મુક્તોએ પારાયણનો લાભ લઈ મહારાજને રાજી કર્યા હતા. જેની અલ્પ ઝાંખી કરીએ.