USA Trip - 2013
2013-07-06
 
Gallery
 
 
 
 
 
 
 

                  તા. ૦૬/૦૭/૨૦૧૩ થઈ તા. ૦૯/૦૯/૨૦૧૩ દરમ્યાન પૂ. ત્યાગી મુક્તો પૂ.દીપલબેન, પૂ.ધ્વનીબેન, પૂ.જ્યોત્સનાબેન, પૂ.ઇલાબેન સાથે પ.ભ. પ્રર્થાનાબેન પટેલ તથા પ.ભ. સુધાબેન પટેલ પણ સેવામાં જોડાયા.

                   તા. ૧૧/૦૮/૨૦૧૩ને રવિવારના રાજ SMVS – Jersey City મંદિરને ૧૦ વર્ષ પૂર્ણ થતા હોઈ દશાબ્દી ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. જેમાં મહિલા સમાજે છાબયાત્રાનો, અભિષેકનો ખૂબ ઉત્સાહથી લાભ લીધો દશાબ્દી ઉત્સવ નિમિતે વિશિષ્ટ મહિલા સભાનું આયોજન થયું જેમાં પૂ.દીપલબેને ‘કારણ સત્સંગની સમજણ’ એ વિષય પર લાભ આપી વિવિધ Stateનાં મહિલા મુકતોને બળિયા કર્યા.

                   આમ કુલ ૬૬ દિવસના USAનાં વિચરણ દરમ્યાન ન્યુજર્સી (NJ), ન્યુયોર્ક(NY), પેન્સીલવેનીયા(PA), કનેક્ટીકટ(CT), મેસેચ્ચુસેટસ(MA), ડેલાવર(DE), મેરીલેન્ડ(MD), જ્યોર્જીયા(GA), વર્જીનીયા (VA), ફ્લોરીડા(FL), સાઉથ કેરોલીના(SC), નોર્થ કેરોલીના(NC), ઓહાયો(OH), મીશીગન(MI), ઇન્ડિયાના(IN), ઈલોનોઈસ(IL) એમ કુલ ૧૬ Stateમાં કુલ ૩૮૮ પધરામણી, ૫૨ સભા, ૨૮ અંગત સભા, ૫ મહિલા શિબિર, ૨ યુવતી શિબિર, ૩ બાલિકા શિબિર, ૩ કાર્યકર શિબિર, ૪ મહાપૂજા, ૩ સમૂહ પૂજા તથા AYP - AVP સભા વિગેરે પ્રોગ્રામો દ્વારા USA સત્સંગ સમાજે દિવ્યજીવનના પથ તરફ પગરવ માંડ્યા.