Guru Purnima Samaiyo
2013-07-22
 
Gallery
 
 
 
 
 
 
 

 

 

“ગુરુ ગુરુ તો સહુ કહે પણ, સૌના ગુરુ એક સહજાનંદ.”

        આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવનાર સેતુ એટલે સત્પુરુષ. એવા દિવ્ય સત્પુરુષ જયારે આ જીવાત્માને ગુરુ સ્વરૂપે મળે ત્યારે આ જન્મમરણની ભવાટવીમાંથી છોડાવી મૂર્તિસુખના માર્ગે આગળ પ્રગતિ કરાવે છે.

        મળેલા દિવ્ય સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ.બાપજીને રાજી કરવાનો અણમોલ અવસર એટલે ગુરુપૂર્ણિમા. અંતરની પ્રાર્થના સાથે સૌના ગુરુ એવા સહજાનંદ સ્વામીનું ગમતું દિવ્યજીવન જીવવાનો દ્રઢ સંકલ્પ એ જ સાચું ગુરુનું પૂજન છે.

        ગુરુપૂર્ણિમાના સપરમા અવસરે વાસણા(અમદાવાદ), રાજકોટ અને ગોધર(પંચમહાલ) આ ત્રણેય ઝોન ખાતે ઉજવાયેલ ગુરુપૂર્ણિમા ઉત્સવમાં ૧૦,૦૦૦ કરતાં પણ વધારે મહિલા સમાજે લાભ લીધો હતો.