UK And Canada Trip
2013-04-25
 
Gallery
 
 
 
 
 
 
 

 

UK સત્સંગ વિચરણ:

        તા-૨૫/૪/૨૦૧૩ થી તા-૯/૫/૨૦૧૩ એમ ૧૫ દિવસના UK વિચરણ દરમ્યાન વ્હાલા હરિકૃષ્ણ મહારાજે અનેકાનેક મુમુક્ષુઓને સુખિયા કર્યા તેની અલ્પ ઝાંખી...

        વેમ્બલી તથા ક્રોલી ખાતે જાહેરસભા તથા પધરામણીના પ્રોગ્રામ યોજાયા.

લેસ્ટર:

તા-૨૮, ૨૯/૪/૨૦૧૩ ના રોજ પૂ. ત્યાગી મુકતો લેસ્ટર ખાતે વિચરણમાં પધાર્યા. આ વિચરણ દરમ્યાન પ્રાત: સભા, જાહેરસભા ને ૧૩ પધરામણી યોજાય હતી.

        વળી, બર્મિંગહામ ખાતે પણ સભા અને પધરામણી યોજાઈ. વુલીચ તથા એસેક્ષ(E. london) ખાતે પણ પધરામણી, મહાપૂજાના પ્રોગ્રામ ગોઠવાયા.

        તા-૨, ૩, ૪ મે ના રોજ લંડનમંદિરે ૩ દિવસની પારાયણનું આયોજન થયું. જેમાં તા- ૪, ૫ ને રોજ પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે જાહેરસભા યોજાઈ. તેમાં પૂ. જાગુબેને ‘વાલીઓ જાગો’ એ વિષય પર ૨૦૦ જેટલા મહિલા હરિભક્તોને ખૂબ બળપ્રેરક લાભ આપ્યો.

        તા-૫/૫ ના રોજ આખા દિવસની મહિલા શિબિર યોજાઈ. જેમાં પૂ. જાગુબેને ‘આત્મીયતા’ ને ‘આત્મબુદ્ધિ’ એ વિષય ઉપર ખૂબ લાભ આપી મહિલા સમાજને બળ પ્રદાન કર્યું.

        યુવતી સમાજને આગવું બળ પ્રદાન કરવા તા-૬/૫ના રોજ યુવતી શિબિરનું આયોજન થયું.

આમ, UKના ૧૫ દિવસના વિચરણ દરમ્યાન ૬૪ પધરામણી, ૧૧ પ્રાત: સભા, ૬ સાંજની સભા, ૨ જાહેર સભા, ૩ દિવસીય પારાયણ, ૪ એરિયા સભા, અંગત સભા, બાલિકા સભા, કાર્યકર શિબિર, મહિલા શિબિર, યુવતી શિબિર, AYP સભા તથા મહાપૂજા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સહુ મુક્તોએ દિવ્યજીવન તરફ પ્રયાણ કર્યું.

Canada સત્સંગ વિચરણ:

                તા-૯/૫/૨૦૧૩ થી ૨૯/૫/૨૦૧૩ દરમ્યાન વ્હાલા હરિકૃષ્ણ મહારાજ, પૂ. જાગુબેન તથા પૂ. ત્યાગી મુક્તો Canada ખાતે વિચરણમાં પધાર્યા હતા.

        Canadaના સત્સંગ સમાજને બળિયો કરવા માટે પૂ. જાગુબેને રોજે પ્રાત:સભામાં અલગ અલગ વચનામૃત પર ઊંચો લાભ આપી સૌને સુખિયા કર્યા, સાથે સાથે આખા દિવસની બે મહિલા-યુવતી શિબિરનું પણ આયોજન થયું. જેમાં પૂ. જાગુબેનના દિવ્ય સાનિધ્યમાં શિબિરને અંતે સૌએ સમૂહ અભિષેકનો લાભ લીધો તથા યુવતી શિબિરનું પણ આયોજન થયું.

        USAથી ૨૭ મહિલા-યુવતી-બાલિકા મુક્તો વ્હાલા હરિકૃષ્ણ મહારાજ તથા પૂ. જાગુબેનના દર્શન-સમાગમનો લાભ લેવા બે દિવસ માટે પધાર્યા હતા.

        વળી, Canadaના સ્કારબોરો, ઇટોબીકોક, બ્રેમ્પટન, ગલ્ફ, લંડન, ઓટાવા, પીટરબોરો તથા મિલ્ટન ખાતે જાહેરસભા તથા પધરામણીના પ્રોગ્રામ યોજાયા. સાથે સાથે હેમિલ્ટન, કેમ્બ્રિજ મીસીસાગા, વુડસ્ટોક, નોર્થયોર્ક, મારખમ, એજેક્ષ વિગેરે વિસ્તારોમાં પધરામણી યોજાઈ.

        આમ, ૨૦ દિવસના વિચરણ દરમ્યાન કુલ ૯૪ પધરામણી, ૧૭ પ્રાત:સભા, ૮ સાંજની સભા, મંદિરે ૨ જાહેર સભા, AYP સભા, બાલિકા સભા, ૨ મહિલા શિબિર, યુવતી શિબિર, સંચાલક-કાર્યકર શિબિર, સંચાલક મિટિંગ, ૭ એરિયા સભા તથા ૨ મહાપૂજાના પ્રોગ્રામ યોજાયા.

        આમ, કુલ UK તથા Canadaના ૩૫ દિવસના વિદેશ વિચરણ દરમ્યાન કુલ ૧૯૮ પધરામણી તથા ૭૪ સભાઓના આયોજનથી ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સિદ્ધાંતોનો તથા કારણ સત્સંગના વિશ્વવ્યાપી પ્રચારનો જયજયકાર થયો.