Donate Notebooks in Manthan-2013
2013-06-25
 
Gallery
 
 
 
 
 
 
 

 

       તા-૨૫/૬/૨૦૧૩ મંગળવારના રોજ મંથન અપંગ કન્યા સંકુલની બાળાઓમાં સંસ્કાર અને સત્સંગના બીજ રોપાય અને તેમના જીવનનું ઉચ્ચ ઘડતર થાય તે માટે આ પ્રસંગે પૂ.જાગુબેને સૌ બાલિકાઓને દિવ્યવાણીનો લાભ આપ્યો હતો. માનવતાના મુલ્યો સુદ્રઢ થાય અને પરસ્પર આત્મીય બની એકબીજાને મદદ કરવાની ભાવના દ્રઢ કરાવતી PPT દ્વારા બાલિકાઓ આદર્શ જીવનના પાઠ મેળવ્યા હતા.

      સમગ્ર મંથન પરિવાર માટે પૂ. જાગુબેને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી. નવી બાલિકાઓને વર્તમાન ધરાવી કંઠી ધારણ કરાવી હતી. આરતી અને પૂજન દ્વારા મંથન અપંગ કન્યા સંકુલના બાલિકાઓ ભક્તિરસમાં તન્મય બની ગયી હતી.

      પૂ. જાગુબેનના હસ્તે તમામ બાલિકાઓને પ્રસાદીરૂપ નોટ-ચોપડાનું વિતરણ થયું હતું.

Releated News
 
Notebook Distribution at Manthan 2017
2017-06-23
More...