Padharo Maharaj Project
2012-12-02
 
Gallery
 
 
 
 
 
 
 

શ્રીજીમહારાજ અવરભાવમાં મનુષ્યોને મનુષ્યરૂપે દર્શન આપતા ત્યારે શહેરોની શેરીઓમાં અને ગામડાની ગલીઓમાં ઘેર ઘેર પધારી પોતાના પ્રેમી હરિભક્તોના મનોરથ પૂર્ણ કરતા. હરિભક્તો પણ શ્રી હરિને સામૈયું કરી વધાવતા અને અનન્ય ભક્તિભાવ પ્રગટ કરતા. એ જ શ્રીજીમહારાજ વર્તમાનકાળે મૂર્તિરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ જ છે. ગયા નથી ત્યારે પ્રેમી હરિભક્તોન મનોરથને પૂર્ણ કરવા તથા આવનાર એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવમાં દર્શન-આશીર્વાદ લેવાનું સૌને ભાવભીનું નિમંત્રણ આપવા અને મહિલા સમાજમાં પ્રગટભાવ અને પ્રેમલક્ષણાભક્તિ ર્દઢ થાય એવા હેતુસર ગુરુવર્ય પ. પૂ. બાપજીના દિવ્ય આશીર્વાદે ‘પધારો મહારાજ’નું નૂતન આયોજન થયું.

     તા. ૧૫-૦૭-૧૨ના ગુરુપૂણિૅમાના સપરમા દિને “પધારો મહારાજ’ આયોજનનો દબદબા પૂર્વક ઉદઘોષ થયો. ચાતુર્માસના પવિત્ર દિવસોમાં પૂ. ત્યાગીમુક્તોના સાંનિધ્યમાં અને ૫૩૯ જેટલા મહિલા કાર્યકરોના સહયોગથી ‘પધારો મહારાજ’ પ્રોજેક્ટનો શુભારંભ થયો.

     “ઘેર ઘેર ફરી ઘનશ્યામ, અભયવર દે રે ખોળી......”

     એ ઉક્તિ મુજબ ઘનશ્યામ મહાપ્રભુ પાલખીમાં બિરાજી વાજતે ગાજતે સામૈયા દ્વારા યજમાન મહિલા હરિભક્તોના ઘરે પધારતા. સ્વયં શ્રીહરિ પોતાના ખોરડે પધારતા હોઈ મહિલા હરિભક્તોના અંતરનો આનંદ અસીમ બની જતો. આડોશી-પાડોશી સ્નેહીજનોને આમંત્રણ પત્રિકા આપી લાભ લેવા સૌ યજમાનો આમંત્રણ આપતા. શ્રીહરિ અક્ષતથી હરખે વધાવી છાબ ભરતા, થાળ-આરતી કરી અહોભાવમાં ડૂબી જતા.

     આ પ્રસંગે પૂ. ત્યાગી મુકતોએ પણ દિવ્યવાણીનો લાભ આપી આયોજનને નવી ચેતના પ્રગટાવી હતી. તો વળી, કેટલાક મુમુક્ષુ મહિલાઓ કંઠી ધારણ કરી સત્સંગના રંગે રંગાયા. આ ઉપરાંત એસ.એમ.વી.એસ.ના વડીલ ગૃહસ્થ મહિલા હરિભક્તો પણ આ પ્રસંગે લાભ આપી નારી જાગૃતિનું પાન કરાવતા. વળી, યજમાન મુકતો તથા લાભાર્થી મુકતો શ્રીહરિના ચરણે રજતકુંભમાં ભેટ ધરી મહોત્સવમાં થનારા ઘનશ્યામ મહારાજની રજતતુલાના સહભાગી બનાવાનો અલભ્ય લાભ લઈ કૃતાર્થ થયા. જેમાં કાર્યકર મહિલાઓ પ્રોગ્રામ આયોજન, કીર્તનભક્તિ અને ધૂન તથા થાળ-પ્રસાદ તૈયાર કરવો જેવી સેવાઓ ખૂબ ઉત્સાહ સભર કરતા. આ ‘પધારો મહારાજ’ આયોજનમાં ૫૩૯ મહિલા કાર્યકરોના ૫૫ ગ્રૂપ દ્વારા ૧૬ મહિનામાં ૩૩૫૨ યજમાન હરિભક્તોના ઘેર સુંદર આયોજન થયું. જેમાં ૧,૦૫,૬૪૫ કરતા પણ વધારે મહિલા સભ્યોએ લાભ લીધો હતો.

     તા.૩૧-૧૦-૨૦૧૨ના રોજ જેનો રજત જયંતિ મહોત્સવ છે એવા વાસણા મંદિર ખાતે ‘પધારો મહારાજ’ના આયોજનની ધામધૂમથી પૂર્ણાહુતી થઈ હતી. યુવતી બેન્ડટીમના નાદે, મહોત્સવના જયઘોષ સાથે તથા પૂ. જગુબેનની દિવ્યવાણીનો લાભ મળતા સૌ મહોત્સવ આકારે થઈ ગયા હતા. કાર્યકર મહિલા મુક્તોએ પોતાના અનુભવ વર્ણવી ફરી આવા નૂતન પ્રોજેક્ટનું આયોજન થાય તેવી માંગણી કરી હતી. આ પ્રસંગે ૧૨૫૦ કરતા પણ વધુ મહિલાઓએ લાભ લીધો હતો.

    ‘પધારો મહારાજ’ આયોજનની પ્રસંસનીય સફળતાના આંક

ઝોન                      યજમાન મુકતો           લાભ લેનારમહિલાઓની સંખ્યા

અમદાવાદ                   ૧,૧૪૩                             ૪૫,૫૨૬

ઉત્તર ગુજરાત                 ૭૨૨                              ૨૨,૨૭૫

પંચમહાલ                      ૭૪૨                               ૧૫,૪૧૬

દક્ષિણ ગુજરાત               ૨૭૧                                 ૮,૫૭૮

સૌરાષ્ટ્ર                           ૪૪૯                               ૧૨,૬૮૬

અન્ય                                ૨૫                                  ૧,૧૬૪

કુલ                              ૩,૩૫૨                          ૧,૦૫,૬૪૫થી વધુ