Essay
 
અડગ નિષ્ઠાવાન વજીબા - 1
Date : 2012-09-30
 

ઉત્તર ગુજરાતનાં વિજાપુર નામના ગામની વાત છે. આ ગામના સથવારા જ્ઞાતિમાં પ્રાગજી સથવારાના ઘરે વજીબાઈનાં લગ્ન થયાં હતાં. વજીબાઈ બાલ્યાવસ્થાથી જ ખૂબ મુમુક્ષુ અને ભક્તિભાવવાળા હતા. વજીબાઈના અંતરમાં પ્રગટ પ્રભુને પામવાની ઇચ્છા નિરંતર રહેતી. ભેખમાં ભગવાન હોય એમ માની તેઓ ઘરઆંગણે જે કોઈ સાધુ-સંતો, બાવાઓ, તીર્થવાસીઓ આવે તેમની ખૂબ ભાવથી સેવા કરતા. તેમને એક જ તાન હતું કે, સાધુ-સંતો, બાવા કે અભ્યાગતના વેશમાં રખે ને ભગવાન મારા ઘેર આવી જાય તો !! એવા ભાવથી તેઓ અભ્યાગતની યથાશક્તિ ખૂબ સેવા કરતા. ભોજનની, ઉતારની કે કોઈ પણ સેવામાં બંને દંપતી તત્પર રહેતા. તેમના ઘેર બાવાઓની જમાત પડી પાથરી રહેતી.  અફીણ, ગાંજા ને ચલમ ગગડાવતા ગમે તેવા બાવા હોય પણ તેમની સેવામાં તેઓ અલ્પ કસર પણ ન રાખતા. પોતાની બધી આવક સેવામાં ખર્ચી નાખતા.

 
 
મુક્તરાજ લાધીબાઈ – ૩
Date : 2012-09-01
 

મુક્તરાજ લાધીબાનો શ્રીહરિ પ્રત્યેનો અનન્ય પ્રેમ શ્રીહરિનું ભક્તવત્સલપણું. મહારાજની આજ્ઞામાં વર્તવાની લાધીબાના જીવમાં તરવરતી અજોડ આજ્ઞાપાલનની ખટક.

 
 
Year
 
 

 

 
 
Category
 
Adarsh Nari Ratno